ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020
આજે ગૃહ મંત્રી અમિત શાહે ચુંટણી લક્ષી મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે દરેક પાર્ટી માંથી સારા સારા લોકો હોવી ભાજપમાં જોડાય રહયાં છે. પશ્વિમ બંગાળમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ તમામ જોર લગાવી રહ્યું છે.
આ તૈયારીઓનું અવલોકન કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ્ય અમિત શાહ આજે મિદનાપુર પહોંચ્યા છે. અહીં ટીએમસી (TMC) માંથી રાજીનામુ આપનારા શુભેંદુ અધિકારીને અમિત શાહે સત્તાવાર રીતે ભાજપમાં આવકાર્યા હતા.
બીજેપીમાં શામેલ થતાની સાથે જ શુભેંદુ અધિકારીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પશ્વિમ બંગાળની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. જો રાજ્યને મુક્ત કરાવવું હોય તો રાજ્યની દોરી ભારતીય જનતા પાર્ટી સામે થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવી જોઈએ.
રેલીને સંબોધિત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શુંભેદુ ભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ, તૃણમૂલ, સીપીએમ દરેક પાર્ટીમાંથી સારા લોકો આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપ સાથે જોડાઇ રહયાં છે. હું બંગાળના યુવાનોને પૂછવા માંગુ છું કે તમારો શું દોષ છે? બંગાળમાં વિકાસ કેમ થયો નથી. હું બંગાળના ખેડૂતોને પૂછવા માંગુ છું કે પીએમ મોદી દ્વારા મોકલાવમાં આવી રહેલા વાર્ષીક 6000 રૂપિયા શું તમને મળ્યા છે? કેન્દ્ર નો લાભ બંગાળના ખેડૂતો સુધી કેમ પહોંચતો નથી? એવા વેધક સવાલો અમીત શાહે રેલીમાં કર્યા હતાં.
મમતા સરકાર ઉપર આકરો હુમલો કરતા અમિત શાહે કહ્યું કે, 'દીદી, તમે બંગાળમાં વિકાસનું વચન આપ્યું હતું. આવું ક્યારે થયું નથી. ભ્રષ્ટાચાર વધ્યો, ગુંડારાજ વધ્યું. પીએમ મોદી દ્વારા મોકલેલા બધા પૈસા TMC ના ગુંડાઓના ખિસ્સામાં જતા રહ્યા છે.
