Amit Thackeray: મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા પર અમિત ઠાકરે લાલઘૂમ! મનસે નેતાની હત્યા મુદ્દે મુખ્યમંત્રીને ઘેર્યા, પત્રમાં ઠાલવ્યો આક્રોશ

સોલાપુરમાં બાળાસાહેબ સરવદેની હત્યા મામલે અમિત ઠાકરે આક્રમક; આરોપીઓ પર કઠોર કાર્યવાહી અને મૃતકની દીકરીઓના ભવિષ્યની જવાબદારી ઉઠાવવા કરી અપીલ.

by aryan sawant
Amit Thackeray મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા પર અ

News Continuous Bureau | Mumbai

Amit Thackeray  મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે સોલાપુરમાં મનસે પદાધિકારી બાળાસાહેબ સરવદેની ક્રૂર હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટના બાદ અમિત ઠાકરેએ સોલાપુર જઈને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. હવે તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ હિંસક રાજકારણ સામે આકરા પ્રહારો કર્યા છે.

પત્રમાં અમિત ઠાકરેની ભાવુક અપીલ

અમિત ઠાકરેએ પત્રમાં લખ્યું છે કે, “સોલાપુરમાં જે બન્યું તે અવિશ્વસનીય છે. રાજકારણ આ સ્તરે જઈ શકે તેનો ક્યારેય વિચાર નહોતો કર્યો. બાળાસાહેબની બે નાની દીકરીઓનો આક્રોશ સાંભળીને મારું મન સ્તબ્ધ થઈ ગયું છે. જે દીકરીઓએ ગઈકાલે જ પોતાના પિતાના અસ્થિ વિસર્જન કર્યા છે, તેમના ભવિષ્યનું શું? ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે, પણ સત્તા માટે કોઈનું ઘર આ રીતે ઉજડવું જોઈએ?”

મુખ્યમંત્રી પાસે કરેલી 3 મુખ્ય માંગણીઓ

અમિત ઠાકરેએ આ પત્ર દ્વારા શાસન પાસે ત્રણ મહત્વની માંગણીઓ કરી છે:
પરિવારની સંપૂર્ણ જવાબદારી: બાળાસાહેબની બંને દીકરીઓના ભવિષ્ય અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવવી જોઈએ.
કઠોરમાં કઠોર સજા: આ ક્રૂર કૃત્ય કરનારા આરોપીઓને એવી કડક સજા થવી જોઈએ કે ફરી કોઈ આવું કરવાની હિંમત ન કરે. આ માત્ર કાયદાકીય કાર્યવાહી નહીં પણ પરિવાર માટે સાચો ‘ન્યાય’ હોવો જોઈએ.
ચૂંટણી નિયમાવલીમાં ફેરફાર: પ્રચારના નામે જીવ જવાની ઘટનાઓ અટકવી જોઈએ. ચૂંટણી આચારસંહિતામાં કડક નિયમો લાવીને રાજકીય વિવાદોને હિંસક બનતા રોકવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Tilak Varma: T20 વર્લ્ડ કપ પહેલા ભારતની મુશ્કેલી વધી! તિલક વર્માની સર્જરી બાદ ક્રિકેટ પ્રેમીઓ ચિંતિત, જાણો ક્યારે કરશે પુનરાગમન.

‘હું મૂર્ખ લિબરલ નથી’ – રાજકીય વર્તુળમાં ચર્ચા

અમિત ઠાકરેએ પત્રના અંતે ઉમેર્યું કે આ લડાઈ સત્તાની નથી પણ ન્યાયની છે. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ સમય કાઢીને આ પરિવારની મુલાકાત લે અને દીકરીઓને ન્યાયની ખાતરી આપે. બીજી તરફ, મુખ્યમંત્રી ફડણવીસે પણ અગાઉ ઘૂસણખોરો મામલે ‘હું મૂર્ખ લિબરલ નથી’ તેવું નિવેદન આપીને કડક વલણના સંકેત આપ્યા હતા, ત્યારે હવે આ હત્યાકાંડમાં તેઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More