Site icon

 Amol Kirtikar: EDએ ઉદ્ધવના લોકસભા ઉમેદવારને બીજી નોટિસ ફટકારી, જાણો શું છે કોવિડ ખીચડી કૌભાંડ?

 Amol Kirtikar: ખિચડી કૌભાંડ મામલે EDએ શિવસેના (ઠાકરે) લોકસભા ચૂંટણીના ઉમેદવાર અમોલ કીર્તિકરને બીજું સમન્સ મોકલ્યું છે. સમન્સમાં અમોલ કીર્તિકરને 8 એપ્રિલે ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અમોલ કીર્તિકરને લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે ઇડીએ પહેલું સમન્સ મોકલ્યું અને પૂછપરછ માટે ઇડી ઓફિસમાં હાજર થવા કહ્યું. પરંતુ કોઈ કારણસર કીર્તિકર ઈડી ઓફિસમાં હાજર રહી શક્યા ન હતા.

Amol Kirtikar ED issues second summons to Uddhav Sena leader Amol Kirtikar in ‘khichdi’ scam

Amol Kirtikar ED issues second summons to Uddhav Sena leader Amol Kirtikar in ‘khichdi’ scam

News Continuous Bureau | Mumbai

Amol Kirtikar: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેના (UBT) નેતા અમોલ કીર્તિકરને ‘ખિચડી’ કૌભાંડમાં તેમની કથિત સંડોવણીની તપાસ કરવા માટે બીજું સમન્સ જારી કર્યું છે. ઉદ્ધવની પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારમાંથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે કીર્તિકરને 8 એપ્રિલે એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

‘ખિચડી’ કૌભાંડ કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્થળાંતરિત કામદારોને ‘ખિચડી’ના વિતરણ સાથે સંબંધિત છે. ખીચડીના વિતરણ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. પ્રથમ સમન્સના સમયે, કીર્તિકરના વકીલ ઇડી ઓફિસમાં હાજર થયા હતા અને અરજી રજૂ કરી હતી કે અમોલ કીર્તિકર પૂર્વ નિર્ધારિત કામને કારણે ઇડી ઓફિસમાં હાજર રહી શકતા નથી અને તેમને સમય આપવામાં આવે તેવી વિનંતી કરી હતી.

કીર્તિકર પર આ છે આરોપ 

ED 6.37 કરોડના કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, જે રોગચાળા દરમિયાન કરવામાં આવી હતી. આરોપ છે કે કૌભાંડની રકમનો કેટલોક હિસ્સો અમોલ કીર્તિકરના ખાતામાં આવ્યો હતો. પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેનું નિવેદન નોંધ્યું હતું. ED સૂત્રોએ જણાવ્યું હતું કે કીર્તિકર પર ખિચડી વિતરણ સાથે સંકળાયેલા વિક્રેતા માટે કરાર મેળવવામાં મદદ કરવાનો અને વિક્રેતા સાથે કેટલાક પૈસાની લેવડદેવડ કરવાનો આરોપ છે. ઇડી પૂછપરછ દ્વારા આ આરોપોની ચકાસણી કરવા માંગે છે. કીર્તિકર સામે EDની કાર્યવાહી હોવા છતાં, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે પક્ષ મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતવિસ્તાર માટે તેના ઉમેદવારને બદલશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Essential Price Rise: આમ જનતાને લાગશે મોંઘવારીનો ઝટકો, આ આવશ્યક દવાઓની કિંમતો 1 એપ્રિલથી વધશે..

EDએ અટેચ કરી મિલકતો

અગાઉ 16 માર્ચે, EDએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખીચડી કૌભાંડ કેસમાં લગભગ 88.51 લાખ રૂપિયાની સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ આરોપી શિવસેના (UBT) નેતા સૂરજ ચવ્હાણની અટેચ કરેલી મિલકતોમાં મુંબઈમાં રહેણાંક ફ્લેટ અને રત્નાગિરી જિલ્લામાં એક કૃષિ પ્લોટનો સમાવેશ થાય છે.

 મુંબઈ નોર્થ-વેસ્ટમાંથી પાર્ટીએ અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે

શિવસેના (UBT) એ બુધવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. મુંબઈ નોર્થ-વેસ્ટમાંથી પાર્ટીએ શિવસેના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે. ગજાનન મુખ્યમંત્રી શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાંથી છે. પ્રથમ યાદીની જાહેરાતના કલાકો પછી, અમોલ કીર્તિકરને પ્રથમ ED નોટિસ મળી હતી, જેમાં તેમને તે જ દિવસે એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. કીર્તિકરના વકીલ ED ઓફિસ પહોંચ્યા અને તેમના અસીલને તપાસમાં જોડાવા માટે વધુ સમયની વિનંતી કરી.

 BMC અધિકારીઓનો સમાવેશ  

સપ્ટેમ્બર 2023 માં, મુંબઈ પોલીસની આર્થિક ગુના વિંગ (EOW) એ 6.37 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ અંગે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના નજીકના સાથી સુજીત પાટકર અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ કેસના અન્ય આરોપીઓમાં સુનિલ ઉર્ફે બાલા કદમ, સહ્યાદ્રી રિફ્રેશમેન્ટ્સના રાજીવ સાલુંખે, ફોર્સ વન મલ્ટી સર્વિસના ભાગીદારો અને કર્મચારીઓ, સ્નેહા કેટરર્સના ભાગીદારો, તત્કાલીન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ) અને અજાણ્યા BMC અધિકારીઓનો સમાવેશ થાય છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version