Site icon

‘ખાલિસ્તાની’ અમૃતપાલના સમર્થકોનો હંગામો, આ કારણસર બંદૂક-તલવાર લઈને પોલીસ સ્ટેશનને ઘેર્યું.. જુઓ વિડીયો

Amritpal Singh's supporters clash with police in Amritsar

'ખાલિસ્તાની' અમૃતપાલના સમર્થકોનો હંગામો, આ કારણસર બંદૂક-તલવાર લઈને પોલીસ સ્ટેશનને ઘેર્યું.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અને પોલીસની વચ્ચે ગુરુવારે જબરદસ્ત ઘર્ષણ થયું હતું. આ સમર્થકો પંજાબના અમૃતસર જિલ્લામાં એક પોલીસ કૉમ્પ્લેક્સમાં ધસી ગયા હતા. તેઓ અમૃતપાલના એક સાથીની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ બંદૂક, તલવાર અને લાકડીઓ લઈને અમૃતસરમાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે. પોલીસે તેમને રોકવા માટે બેરિકેડ લગાવ્યા તો તેઓ બેરિકેડ તોડીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા. પોલીસે અમૃતપાલ અને તેના સમર્થકો ની વિરુદ્ધ એક માણસનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે અમૃતપાલ ખાલિસ્તાની નેતા છે અને ‘વારિસ પંજાબ દે’ સંગઠન ના અધ્યક્ષ છે.

Exit mobile version