Site icon

એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના (NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar)ના ઘર પર હુમલા પ્રકરણમાં તાબામાં લેવામાં આવેલા બે આરોપી વચ્ચે થયેલા સંવાદની ક્લીપ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બંને વચ્ચે થયેલા સંવાદ પરથી શરદ પવારના ઘર પરનો હુમલો પૂર્વનિયોજિત હોવાનું જણાઈ આવે છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઘર પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અભિષેક પાટીલ અને નાગપૂરનો એસટી કર્મચારી સંદીપ ગોડબોલે વચ્ચે ફોન પર થયેલા સંવાદની કલીપ હાથમાં લાગી છે. તેના પરથી જાણવા મળ્યું છે કે પવારના ઘર પર હુમલા બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.

શરદ પવારના ઘર પર હુમલા બાદ આઝાદ મેદાન(Azad Ground)માં જમા થયેલા એસટીના જવાનોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને ત્યારપછી ઘણા પ્રદર્શનકારીઓએ સીએસએમટી(CSMT) સ્ટેશન તરફ કૂચ કરી હતી. અભિષેક અને સંદીપ વચ્ચેની ફોન પર થયેલી વાતચીતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રદશર્નકારીઓને સ્ટેશનની ટિકિટ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો  : અમરાવતીના સાંસદ નવનીત રાણાના જીવને જોખમ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી 'આ' કેટેગીરીની સુરક્ષા; જાણો વિગતે
પોલીસે અભિષેક પાટીલ અને નાગપુરથી કસ્ટડીમાં લેવામાં આવેલા સંદીપ ગોડબોલે વચ્ચેની વાતચીતની ક્લિપ જપ્ત કરી છે. બંને વચ્ચે થયેલા સંવાદ મુજબ અભિષેક ફોન પર સંદીપ સાથે શરદ પવારના ઘર પર જમા થયા બાદ ત્યાં છોડવામાં આવેલી ચપ્પલને લઈ વાત કરે છે. તેમ જ વિરોધ પ્રદર્શન તેમના દ્વારા જ કરવામાં આવે છે અન્ય લોકો કંઈ કરતા નથી તેના પર પર પણ વાત કરી હતી. એ સિવાય તેમના સંવાદમાં હુમલા સમયે મિડિયાની હાજરીને લઈને પણ ચર્ચા થઈ હતી. તેમ જ સીએસટી સ્ટેશન પર જમા થયેલી તમામ મહિલાઓ અને પુરુષોને ટિકિટના પૈસા પણ આપવામાં આવ્યા હોવાને મુદ્દે ચર્ચા થઈ હોવાનું ટેપમાં જણાયું હોવાનો મીડિયામાં અહેવાલ છે. 

અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવારના ઘર પર હુમલાના કેસમાં એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપી અભિષેક પાટીલ અને ચંદ્રકાંત સૂર્યવંશીને 16 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સાતારા પોલીસને સદાવર્તેને 17 એપ્રિલ સુધી કસ્ટડીમાં લેવાની મંજૂરી પણ આપવામાં આવી છે. સદાવર્તે વિરુદ્ધ સતારામાં અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version