ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે હવે પરીક્ષા આપવી જરૂરી છે. 1 2022 થી 'મહારેરા' મા નોંધણી લેવા ઇચ્છુક તમામ રિયલ એસ્ટેટ એજન્ટ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ એજન્ટ ના ફાઉન્ડર ચેરમેન અને બિલ્ડર એન્ડ રિયલ એસ્ટેટ એજન્ટ એસોશીએશન ના સદસ્યો એ ગત સપ્તાહમાં એક મિટિંગનું આયોજન કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ મિટિંગમાં 1મે 2022 થી દરેક રિયલ એસ્ટેટ એજન્ટ ઇચ્છુક લોકોનુ સર્ટીફીકેટ જરૂરી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પણ કોઈ એસ્ટેટ એજન્ટે સત્તાધારી દ્વારા રજીસ્ટર કરાવ્યું હશે તેમણે તેમનું સર્ટિફિકેટ રીન્યુ કરાવવું પડશે. રિયલ એસ્ટેટ એજન્ટોએ દર પાંચ વર્ષે રીફ્રેશર કોર્સ કરવો જોઈએ અને સમય સમય પર નિયમનકારી માળખામાં પરિવર્તન શીખવું જોઈએ.
મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…
ઉલ્લેખનીય છે કે, પ્રમાણપત્રને ફરજિયાત બનાવવા માટે કાનૂની આધાર જરૂરી છે.
