Site icon

ચાલો.. પ્રથમ ગ્રાસે મક્ષિકા.. નવા વર્ષનો પહેલો જ આ તહેવાર નહીં ઉજવી શકાય.. ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020 

આખા વર્ષ દરમિયાન કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે 2021માં આવનાર સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. 

Join Our WhatsApp Community

ગુજરાતભરમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવ રદ કરાયો હતો. હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આથી આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે ચર્ચા થઈ હતી. 

આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાયદાકીય  કાર્યવાહી કરશે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. 

જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. ગુજરાતમાં બે દિવસ ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ ઊંધિયું , જલેબી ને છાશનું મેનુ ફીક્સ હોય છે. પરંતુ આ વર્ષે અગાશીમાં બેસી ઊંધિયું ખાવાની મઝા નહીં માણી શકાય…

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version