દુનિયાના સૌથી ધનિક પરિવારોમાના એક એટલે કે અંબાણી પરિવાર શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર છે. આ પરિવારના દરેક સભ્યો સમયાંતરે કોઈને કોઈ મંદિરોમાં દર્શન કરતા રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે હવે તેમના સંતાનો અને વહુ-દીકરીઓ પણ મંદિરોમાં જોવા મળતા હોય છે. ત્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જામનગરમાં આવેલ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે દર્શન કરીને શિશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા અનંત અંબાણીને હનુમાનજીની છબી અર્પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બાલા હનુમાન મંદિર એ જામનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થાન છે. જ્યાં છેલ્લા 60 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હવે દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ, સેનાના જવાન જેટપેક સૂટ પહેરીને ઉડી શકશે,.. જુઓ ટ્રાયલનો વિડીયો
