ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મંગળવારે ભગવાન નાગેશ્વર (શિવ) નું એક પ્રાચીન મંદિર જોવા મળ્યું હતું. પેરામાલ્લા પાદુ ગામ નજીક પેન્ના નદીમાં રેતી ખનન કરતી વખતે આની શોધ થઈ હતી. એક દાવા મુજબ આ પ્રાચીન શિવમંદિર છે. આંધ્રપ્રદેશના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ મંદિર લગભગ 200 વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ કહેવાય છે કે ભગવાન પરશુરામે 101 શિવ મંદિર બંધાવ્યા હતા જેમાં આ એક મંદિર છે.
જ્યારે બીજી બાજુ પુરાતત્વ વિભાગના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ પેન્ના નદી પોતાનું વહેણ બદલતી રહે છે. બની શકે કે 1850 માં આવેલા પૂરમાં મંદિર ડૂબી ગયું હોય અને ત્યારબાદ રેતી નીચે દબાઈ ગયું હોય. આ મંદિરને લઈ ભક્તો માં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ઓડિશામાં થી પણ ૫૦૦ વર્ષ જૂનુ ભગવાન વિષ્ણુનું મંદિર મળી આવ્યું હતું, જેમાં ભગવાન વિષ્ણુ- ગોપીનાથ ની મૂર્તિ સ્થાપિત કરાયેલી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com