ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પાંચ IAS અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારતા હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોર્ટે નેલ્લોર જિલ્લાના કાનુપુર ગામના એક ખેડૂત દ્વારા જમીન સંપાદન બદલ સરકારને વળતર ચૂકવવા માટે ઓર્ડર કર્યો હતો.
જોકે, તેનું પાલન ના થતાં ખેડૂત દ્વારા આ મામલે પિટિશન કરવામાં આવી. જેના પર સુનાવણી હાથ ધરતાં કોર્ટે પોતાના હુકમના અનાદરમાં પાંચ IAS અધિકારીઓને દોષિત ઠેરવીને તેમને સજા ફટકારી.
વરિષ્ઠ IAS અધિકારી, તત્કાલીન મહેસૂલ અગ્ર સચિવ, ચાર અઠવાડિયાની જેલની સજા અને ₹ 1,000 નો દંડ, નાણાંના મુખ્ય સચિવ એસ.એસ. રાવતને એક મહિનાની જેલની સજા અને ₹ 2,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
નેલ્લોર જિલ્લા કલેકટર રેવુ મુતિયાલા રાજુને રૂ. 1,000 ના દંડ સાથે બે સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે કેએનવી ચક્રધર અને એમવી શેષાગીરી બાબુ, જેઓ અગાઉ નેલ્લોર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમને પ્રત્યેક 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સાથે કોર્ટે એવું પણ જણાવ્યું છે કે જો આરોપીઓએ દંડ ના ભર્યો તો તેમને એક સપ્તાહ વધુ જેલમાં રહેવું પડશે.
'પોન્નીયન સેલ્વન'ના ડિરેક્ટર મણિરત્નમ્ સામે ફરિયાદ દાખલ, શૂટિંગ દરમિયાન ઘટી આ ઘટના; જાણો વિગત