Chandrababu Naidu Net Worth: આંધ્રપ્રદેશના નવા સીએમ ચંદ્રબાબુ નાયડુ 35 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે, 5 વર્ષમાં સંપત્તિમાં 39 ટકાનો વધારો.. જાણો હાલ તેમની કુલ નેટવર્થ કેટલી છે…

Chandrababu Naidu Net Worth: ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ બન્યા છે, સીએમ રૂ. 35 કરોડના આલીશાન મકાનમાં રહે છે, માત્ર તેમની પત્ની પાસે ₹900 કરોડથી વધુની સંપત્તિ છે. તો જાણો આંધપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પાસે કુલ કેટલી સંપત્તિ છે.

by Bipin Mewada
Andhra Pradesh's new CM Chandrababu Naidu lives in a house worth Rs 35 crore, 39 percent increase in wealth in 5 years.

News Continuous Bureau | Mumbai 

 Chandrababu Naidu Net Worth: આંધ્રપ્રદેશમાં ફરી એકવાર નાયડુ શાસન આવી ગયું છે અને ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો અને તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નાયડુ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ચંદ્રાબાબુ નાયડુ નેટવર્થની ( Net Worth ) વાત કરીએ તો તેમની ગણના અમીર નેતાઓમાં થાય છે અને ચૂંટણી એફિડેવિટ મુજબ આંધ્રના સીએમ કુલ 931 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

આંધ્ર પ્રદેશમાં ( Andhra Pradesh CM ) 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટીડીપી અને દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણની જનસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને આ ગઠબંધનને રાજ્યમાં 164 બેઠકો મળી હતી. તેમાંથી ટીડીપીને ( TDP ) 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને ( BJP ) 8 બેઠકો મળી હતી. જેમાં આંધ્રપ્રદેશના નવા સીએમએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની ( property ) વિગતો આપી હતી. MyNeta.info પર આ એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નાયડુ પાસે કુલ 931 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. બીજી તરફ તેમના પર 10.38 કરોડ રૂપિયાનું દેવું પણ છે.  

Chandrababu Naidu Net Worth: ચંદ્રબાબુ નાયડુ પાસે 2019માં 668 કરોડ રૂપિયાની સંપત્તિ હતી…

ચૂંટણી એફિડેવિટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં આંધ્ર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અને તેમની પત્ની નારા ભુવનેશ્વરીની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમની નેટવર્થમાં 39%નો વધારો થયો છે. 2019માં તેમની પાસે 668 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમની અને તેમની પત્નીની માલિકીની જંગમ સંપત્તિ વિશે વાત કરીએ તો, બંને પાસે 3 કરોડની કિંમતનું સોનું, ચાંદી અને ઝવેરાત છે. રોકડની વાત કરીએ તો ચંદ્રબાબુ પાસે માત્ર 11,560 રૂપિયા છે, જ્યારે તેમની પત્ની પાસે 28,922 રૂપિયાની રોકડ છે. પરંતુ બંનેના વિવિધ બેંક ખાતાઓમાં 13 લાખ રૂપિયાથી વધુ રકમ જમા છે. 

આ સમાચાર  પણ વાંચો:  Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ નહીં, આ દિવસે રજૂ કરશે દેશનું સંપુર્ણ બજેટ! ..

તેમજ ચંદ્રબાબુ નાયડુની પત્ની હાલ વિવિધ કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, ચંદ્રબાબુ નાયડુએ નેશનલ સેવિંગ્સ સ્કીમમાં 1000 રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે તેમની પત્ની નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ કંપનીમાં મુખ્ય શેરધારક છે. હેરિટેજ ફૂડ્સની સ્થાપના 1992 માં કરવામાં આવી હતી, જેના શેર બજારમાં સૂચિબદ્ધ છે. ભુવનેશ્વરી પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે અને તેમની કુલ કિંમત રૂ. 763 કરોડથી વધુ છે. આ સિવાય તેમની પાસે બેંક ઓફ બરોડા, નિર્વાણ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ, હેરિટેજ ફિનલીઝ લિમિટેડના શેરો પણ છે. 

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુના નામે એક એમ્બેસેડર કાર છે, જેની કિંમત 2.20 લાખ રૂપિયા છે. તેમની માલિકીની સ્થાવર સંપત્તિ વિશે વાત કરીએ તો નોંધનીય છે કે, ચંદ્રબાબુ નાયડુના નામે ખેતીલાયક જમીન નથી, જ્યારે તેમની પત્નીના નામે લગભગ 55 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે. નાયડુના નામે 77 લાખ રૂપિયાની બિનખેતીની જમીન નોંધાયેલી છે. આ સિવાય હૈદરાબાદ અને ચિત્તૂરમાં બે લક્ઝરી હાઉસ છે. તેમાંથી હૈદરાબાદના પાલી હિલમાં તેના ઘરની કિંમત 35 કરોડ રૂપિયા છે. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More