Site icon

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને વધુ એક ઝટકોઃ PMLA કોર્ટે જામીન અરજી ફગાવી, જેલનો મુકામ વધી જશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુસીબતો ઘટવાની નામ લેતી નથી. 100 કરોડ રૂપિયાની કથિત વસૂલાતના આરોપોને પગલે હાલમાં કસ્ટડીમાં રહેલા ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં કોઈ રાહત મળી નથી. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002( PMLA) કોર્ટે અનિલ દેશમુખની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધી છે. તેથી તેમની સમસ્યાઓ વધી શકે છે.

અનિલ દેશમુખ પર કથિત રીતે 100 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ હતો. આ આરોપો બાદ તેમણે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. વસૂલીના આરોપોને કારણે તેઓની મુશ્કેલીમાં વધી ગઈ હતી.  બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ PMLA કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.જોકે દેશમુખની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

વેક્સિન ન લેનાર લોકો ચેતી જજો! મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે થયેલા મોતને લઈને થયો ચોંકાવનારો ખુલાસો. આટલા ટકા દર્દીઓએ રસી લીધી જ નહોતી 

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર, એકવાર ચાર્જશીટ અને પૂરક ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી 'ડિફોલ્ટ જામીન'ની કલ્પના પર વિચાર કરી શકાય નહીં. ચાર્જશીટની નોંધ લેવાનો કોર્ટનો પ્રશ્ન અપ્રસ્તુત હોવાનું જાળવી રાખીને, EDએ વિશેષ PMLA ન્યાયાધીશ આરએન રોકડે સમક્ષ દાખલ કરેલી અરજીનો વિરોધ કર્યો હતો.
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version