ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ શું છૂટી જશે? હાલ એવું જ લાગી રહ્યું છે. વાત એમ છે કે અનિલ દેશમુખ પર પોલીસ વિભાગને સો કરોડ રૂપિયાની વસૂલી નો ટાર્ગેટ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ આરોપ ખુદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ દ્વારા લગાડવામાં આવ્યો હતો. હવે આ મામલે નાટ્યાત્મક વળાંક આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બનાવવામાં આવેલા તપાસ પંચ એટલે કે ચાંદીવાલ આયોગ સમક્ષ પરમવીર સિંહ દ્વારા એક એફીડેવીટ દાખલ કરવામાં આવી છે. પોતાની એફિડેવિટમાં પરમવીર સિંહે જણાવ્યું છે કે તેમની પાસે પોતાના આરોપોને પુરવાર કરવા માટે કોઈપણ પ્રકારનો એવિડન્સ નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને દેશમુખ ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ ચાર દિવસની ન્યાયિક કોટડીમાં છે. તેઓ પાંચ મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ આશ્ચર્યજનક રીતે પ્રકટ થયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર થયા હતા.
હવે આખી વાર્તામાં નાટ્યાત્મક વળાંક આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે પડદા પાછળ કોઈ મોટી રમતો નથી થઈ ને?