ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમ દ્વારા ચીલ ઝડપે તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સીબીઆઈએ સચિન વાઝે તેમજ અનિલ દેશમુખના બે સચિવ એવા કુંદન અને પાલાડે ની ઉલટ તપાસ કરી ચૂક્યા છે. આ બંને જણાએ સીબીઆઈના આઠથી દસ કલાક સુધી સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સીબીઆઈએ એડવોકેટ પાસેથી ડોક્યુમેન્ટ પણ હાંસલ કરી લીધા છે. આ પરિસ્થિતિમાં હવે બોમ્બે હાઈકોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરતાં અગાઉ CBI અનિલ દેશમુખની એક વખત પૂછપરછ કરશે. એવું લાગી રહ્યું છે કે એક સપ્તાહમાં અનિલ દેશમુખ સીબીઆઈના દફ્તરમાં દેખાશે.
મુંબઈ મહાનગર પાલીકાએ કમર કસી. કોરોના માટે 244 હોટલો ને ટેકઓવર કરી. વાંચો હોટલો ની સુચી અહીં..
Join Our WhatsApp Community
