મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો. ગૃહ મંત્રી અનિલ દેશમુનું રાજીનામું. જુઓ રાજીનામાની પ્રત અહીં. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧
સોમવાર.

આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલી વિકેટ પડી ગઈ છે. બોમ્બે હાઈકોર્ટે ગૃહ મંત્રી અનિલ દેશમુખની વિરૂદ્ધમાં ચુકાદો આપતાની સાથે જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે.


રાજીનામું આપતાં અગાઉ અનિલ દેશમુખ તેમજ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે બંધબારણે બેઠક થઇ હતી. આ બેઠક થઇ ગયા બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાનું રાજીનામું લખાણ માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું હતું. મુખ્યમંત્રીએ આ રાજીનામાને મંજુર કરી લીધું. તેમજ અન્ય દેશમુખ અને તેમના પદ પરથી છૂટા કરવામાં આવ્યા છે. પોતાના રાજીનામા અંગે પત્રમાં અનિલ દેશમુખે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ હું કઈ રીતે આ પદ પર નહિ રહી શકું. આથી મારા રાજીનામા ને સ્વીકારવામાં આવે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક.
હવે જોવાનું એ રહે છે કે નવા ગૃહ મંત્રી કોણ બને છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment