દેશમુખ હાજીર હો…. સીબીઆઈ દ્વારા સમન્સ બજાવવા માં આવ્યા. આ તારીખે હાજર રહેવું પડશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

આખરે અનિલ દેશમુખનો વારો આવી ગયો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ને હાજર થવાનું ફરમાન આપી દીધું છે. આગામી ૧૪ એપ્રિલના રોજ એટલે કે બુધવારના દિવસે અનિલ દેશમુખે CBI સામે હાજર થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં તેમના બે સચિવ તેમજ અન્ય લોકોના બયાન દર્જ કરવામાં આવ્યા છે. હવે આ મામલે અનિલ દેશમુખ એ મુખ્ય આરોપી છે. આથી જોવાનું એ રહે છે કે સીબીઆઇ કેટલા કલાક તેમની સાથે સવાલ-જવાબ કરે છે. કારણ કે તેમની સાથે જે પ્રકાર નો વ્યવહાર થશે તેના આધારે મહારાષ્ટ્ર સરકાર નું ભવિષ્ય જોડાયેલું છે. 

'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment