ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
ભૂતપૂર્વ પોલીસ અધિકારી પરમબીર સિંહના એક પત્ર એ શાસકીય નેતાઓને હચમચાવી મૂકયા છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કરાયેલા આરોપીઓને પડકારવા અને તેમને બચાવવા હવે શરદ પવાર મેદાનમાં આવ્યા છે.
આજે સંસદના બંને સદનોમાં પરમબીર સિંહ ના પત્ર બાબતે હંગામો મચી ગયો હતો. અને તેથી જ શરદ પવારે તેમના ગૃહ મંત્રી ને બચાવવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં અનિલ દેશમુખે તરફેણમાં હોસ્પિટલની એક ચિઠ્ઠી બતાવી હતી.જેના મુજબ અનિલ દેશમુખ પાંચ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી નાગપુરની એક હોસ્પિટલમાં એડમિટ હતા.અને ત્યાર બાદ ૧૬ ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી હોમ આઈસોલેટ હતા.
હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.
પરંતુ ભાજપના આઇટી સેલના એક અધિકારી અમિત માલવીયે શરદ પવારના આ જુઠ્ઠાણા પર એક વીડિયો retweet કર્યો છે. આ વિડિયો 15 ફેબ્રુઆરી નો છે જેમા ગૃહમંત્રી એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. અને હવે ભાજપ શરદ પવાર પાસે જવાબ માંગી રહી છે. જેનો શરદ પવાર પાસે કોઈ જવાબ નથી.