ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અનિલ દેશમુખ પોતાના પર લગાવેલા આરોપ ની તપાસ કરાવી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગે છે.
એન્ટિલિયા કેસમાં એનઆઈએ ની ટીમ તપાસ કરી રહ્યી છે. એ તપાસની કડી પોતાના સુધી પહોંચે એ પહેલા જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાની જાતને બચાવવા ઉદ્ધવ ઠાકરેની શરણમાં ગયા છે. અને રાજ્ય સરકારને અલગથી તપાસ કરવાની વિનંતી કરી છે.
હવે ઠાકરે સરકાર પોતાના ગૃહમંત્રીને બચાવવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું.
