Site icon

Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bharuch: રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચ-અંકલેશ્વરમાં સ્થિતિ વિકટ બની છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને સ્તરને પાર કરી ગયું છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા વાગરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

Ankleshwar turned into a bat, water seeps up to first floor of 15 Hansot Road society

Ankleshwar turned into a bat, water seeps up to first floor of 15 Hansot Road society

News Continuous Bureau | Mumbai 

Bharuch: રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નર્મદા નદી ( Narmada river ) બે કાંઠે થતા ભરૂચ-અંકલેશ્વરમાં ( Ankleshwar  )  સ્થિતિ વિકટ બની છે. નર્મદાનું જળસ્તર ( water level ) ઐતિહાસિક 41 ફૂટને સ્તરને પાર કરી ગયું છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા વાગરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે, ગુજરાતની ( Gujarat ) જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

અંકલેશ્વર બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ઘૂસ્યા

અંકલેશ્વરની વાત કરીએ તો છેલ્લા 1-2 દિવસથી સતત પડી રહેલા વરસાદના ( Rainfall ) કારણે આખું શહેર બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ, ભરૂચ – અંક્લેશ્વર માર્ગ, સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે. માહિતી મુજબ, અંકલેશ્વરના બોરભાઠા બેટ, છાપરા, કાશિયા, ખાલપિયા અને સરફુદીન ગામમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે.

આ સમાચાર પણ વાંચો : CM Nitish Kumar: ‘હું પત્રકારોના સમર્થનમાં છું’, I.N.D.I.A. ગઠબંધનના 14 ટીવી એન્કર પર પ્રતિબંધના મુદ્દે બોલ્યા સીએમ નીતીશ કુમાર

સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી

અંકલેશ્વરના હાંસોટ રોડ ખાતે આવેલી 15 જેટલી સોસાયટીઓમાં મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને મકાનની છત પર રહેવા ફરજ પડી છે. સોસાયટીઓના પહેલા માળ સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર દ્વારા પણ રાત-દિવસ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચની સ્થિતિ પણ વિકટ બની છે. ભરૂચમાં પણ નર્મદાના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version