News Continuous Bureau | Mumbai
વર્ષ 2011માં રાજધાની દિલ્હીમાં(Delhi) ભ્રષ્ટાચાર(Corruption) વિરુદ્ધ જોરદાર આંદોલન(Protest) ચલાવનાર સામાજિક કાર્યકર્તા(Social worker) અન્ના હજારે(Anna Hazare) ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.
તેમણે પોતાનું નવું સંગઠન(New organization) ‘રાષ્ટ્રીય લોક આંદોલન’(National lok movement) બનાવ્યું છે.
84 વર્ષીય અન્ના હજારે 19 જૂને તેમના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
આ દિવસે તેઓ નવી સંસ્થાના(organization) કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.