Site icon

Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીની લીધી મુલાકાત, મંત્રાલયની આ વિવિધ યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા.

Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીમાં મંત્રાલયની વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ આંગણવાડી કાર્યકર્તાઓ અને 70 વર્ષથી વધુ વય ધરાવતાં નાગરિકોને આવરી લેવા આયુષ્માન ભારત યોજનાનાં વ્યાપમાં વધારા પર પ્રકાશ પાડ્યો

Annpurna Devi visited Ranchi, Jharkhand, reviewed the progress of these various schemes of the Ministry.

Annpurna Devi visited Ranchi, Jharkhand, reviewed the progress of these various schemes of the Ministry.

News Continuous Bureau | Mumbai 

Annpurna Devi Jharkhand: ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં ( Jharkhand ) રાંચીની મુલાકાત લીધી હતી અને મંત્રાલયની વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. 

Join Our WhatsApp Community

રાંચીમાં પ્રોજેક્ટ ભવન, કોન્ફરન્સ રૂમમાં આયોજિત બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના ( PM-JAY ) નાં વ્યાપમાં વધારો થવા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો, જેથી  70 વર્ષથી વધારે ઉંમરનાં લોકોને આવરી લઈ શકાય. આનાથી આયુષ્માન ભારત ( Ayushman Bharat ) યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને શામેલ કરવાની સાથે ભારતમાં વીમા પ્રવેશમાં વધારો થશે.

તેમણે મીની આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ એડબલ્યુસીમાં અપગ્રેડ કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી સેવાની ડિલિવરીમાં વધારો સુનિશ્ચિત થઈ શકે. આ દિશામાં ઝારખંડમાં સંપૂર્ણ એડબલ્યુસીમાં 2,551 મિની એડબલ્યુસીને અપગ્રેડ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મિશન સક્ષમ આંગણવાડીના ભાગરૂપે આ અપગ્રેડેશન સુસજ્જ કેન્દ્રોની રચના કરવા પર કેન્દ્રિત છે, જે બાળ વિકાસ, પોષણ અને સ્વાસ્થ્યમાં સંકલિત સેવાઓ પ્રદાન કરે છે. આ દિશામાં ઝારખંડ રાજ્યમાં 6850 આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

તેમણે પ્રધાનમંત્રીની ખાસ કરીને પીએમ-જનમન યોજના ( PM-Janman Yojana ) મારફતે આદિવાસી સમુદાયનાં ઉત્થાન માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પર પણ વાત કરી હતી. તેને સફળ બનાવવા માટે, ઝારખંડમાં 111 આંગણવાડી કેન્દ્રોને ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જે નોંધપાત્ર અને ખાસ કરીને નબળા, આદિવાસી વસ્તીવાળા વિસ્તારોને આવરી લે છે.

આ સમાચાર પણ વાંચો :  Mission Mausam: સરકારે ‘મિશન મૌસમ’ પર રાષ્ટ્રીય સ્તરના મીડિયા સંવાદનું કર્યું આયોજન, જાણો આ મિશનનો ઉદ્દેશો શું છે?

વધુમાં મંત્રીશ્રીએ હાલમાં ચાલી રહેલી પોષણ માહની ઉજવણીને પણ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, દેશભરમાં 3.8 કરોડથી વધુ પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ છે. એકલા ઝારખંડમાં જ “એક પેડ મા કે નામ” ( Ek Ped Maa Ke Naam  ) અભિયાનને કારણે 26 લાખથી વધુ પ્રવૃત્તિઓ થઈ છે.

આ બેઠકમાં ઝારખંડનાં મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સચિવ શ્રી મનોજ કુમાર તથા ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી જ્ઞાનેશ ભારતી સહિત મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પીએમ-જનમન યોજનાનો અમલ, આંગણવાડી કાર્યકર્તાઓ (એડબલ્યુડબલ્યુ) અને સુપરવાઇઝર્સ માટે તાલીમમાં સુધારો કરવા અને રાજ્યની સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઇસીડીએસ)માં કાર્યકારી પડકારોનું સમાધાન કરવા જેવા પ્રાથમિકતાના ક્ષેત્રો પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું હતું કે, આ દિશામાં થઈ રહેલાં પ્રયાસો લાંબા ગાળે પ્રધાનમંત્રીનાં વિકસીત ભારતનાં વિઝન અને મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ માટે પ્રદાન કરશે.

મંત્રીશ્રીએ મિશન સાક્ષમ આંગણવાડી, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ જેવી મંત્રાલયની વ્યૂહાત્મક પહેલો મારફતે મહિલાઓ અને બાળકોના સશક્તીકરણ પ્રત્યે સરકારની કટિબદ્ધતાની પુષ્ટિ સાથે બેઠકનું સમાપન કર્યું હતું તથા સમીક્ષા દરમિયાન ઓળખાયેલા પડકારોને પહોંચી વળવા સમયસર પગલાં લેવા જણાવ્યું હતું.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Jammu and Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સેનાએ આટલા આતંકીઓને કર્યા ઠાર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version