News Continuous Bureau | Mumbai
Ashok Chavan: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ( Congress ) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. સુત્રો પ્રમાણે ચવ્હાણ હવે ભાજપમાં ( BJP ) જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ 13 મોટા નેતાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે મહારાષ્ટ્રમાં ( Maharashtra) રાજકીય હલચલ વધી ગઈ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) , બીજેપી પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર ( Ashish Shelar ) બીજેપી ઓફિસ પહોંચ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
Former Maharashtra CM and Congress leader Ashok Chavan resigns from Congress. pic.twitter.com/bVUbMvx4IA
— ANI (@ANI) February 12, 2024
ઉલ્લેખનીય છે કે, અશોક ચવ્હાણના રાજીનામા પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથના NCPમાં જોડાયા છે. દેવરા શિવસેના શિંદે જુથમાં જોડાયા છે.
અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા…
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેથી નારાજ હતા. મિડીયા રિપોર્ટ મુજબ, પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) લડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે ચવ્હાણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં, ભાજપની લહેર જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Rivaba Jadeja: આખરે રવિન્દ્ર જાડેજા અને તેના પિતાના મતભેદ મુદ્દે રિવાબાએ મોઢું ખોલ્યું, કહી આ વાત..
દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે, આગળ જુઓ, શું થાય છે. ઘણા MVA નેતાઓ અમારા સંપર્કમાં છે. મને ખાતરી છે કે તે પણ ભાજપમાં જોડાશે. આ પહેલા કોંગ્રેસના મિલિંદ દેવરા અને પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દીકીએ રાજીનામું આપી દીધું હતું. આ રીતે મહારાષ્ટ્ર કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ એક મહિનામાં રાજીનામું આપી દીધું છે.
નોંધનીય છે કે, અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. ચવ્હાણ 2015 થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ 1987માં પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999 થી 2014 સુધી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. 2014માં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)