Site icon News Continuous Bureau | Mumbai

Ashok Chavan: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને લાગ્યો વધુ એક મોટો ઝટકો! હવે આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું.. ભાજપમાં જોડાવવાની શક્યતા..

Ashok Chavan: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે. અશોક ચવ્હાણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપી દીધું છે.

Another big blow to Congress in Maharashtra! Now Ashok Chavan resigned, possibility of joining BJP..

Another big blow to Congress in Maharashtra! Now Ashok Chavan resigned, possibility of joining BJP..

News Continuous Bureau | Mumbai 

Ashok Chavan: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ( Congress ) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. સુત્રો પ્રમાણે ચવ્હાણ હવે ભાજપમાં ( BJP ) જોડાઈ શકે છે. 

Join Our WhatsApp Channel

સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ 13 મોટા નેતાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે મહારાષ્ટ્રમાં ( Maharashtra) રાજકીય હલચલ વધી ગઈ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) ,   બીજેપી પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર ( Ashish Shelar ) બીજેપી ઓફિસ પહોંચ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, અશોક ચવ્હાણના રાજીનામા પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથના NCPમાં જોડાયા છે. દેવરા શિવસેના શિંદે જુથમાં જોડાયા છે.

અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા…

સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેથી નારાજ હતા. મિડીયા રિપોર્ટ મુજબ, પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) લડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે ચવ્હાણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં, ભાજપની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Rivaba Jadeja: આખરે રવિન્દ્ર જાડેજા અને તેના પિતાના મતભેદ મુદ્દે રિવાબાએ મોઢું ખોલ્યું, કહી આ વાત..

દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે, આગળ જુઓ, શું થાય છે. ઘણા MVA નેતાઓ અમારા સંપર્કમાં છે. મને ખાતરી છે કે તે પણ ભાજપમાં જોડાશે. આ પહેલા કોંગ્રેસના મિલિંદ દેવરા અને પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દીકીએ રાજીનામું આપી દીધું હતું. આ રીતે મહારાષ્ટ્ર કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ એક મહિનામાં રાજીનામું આપી દીધું છે.

નોંધનીય છે કે, અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. ચવ્હાણ 2015 થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ 1987માં પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999 થી 2014 સુધી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. 2014માં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Exit mobile version