ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુલાઈ 2020
કોંગ્રેસમાં અસહમતિ અને અસંતોષ વધી રહ્યો છે. ક્યારેક એકને સાંધવા જતાં બીજા તેર તૂટી જાય છે .. રાજસ્થાનમાં સચિન પાયલટ ની પાછળ પક્ષ છોડી જનાર ધારાસભ્યોને બચાવવામાં રાજસ્થાન સરકાર સફળ રહી છે. પરંતુ, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં સ્થિતિ નબળી પડી રહી છે. સંસદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. 15 દિવસની અંદર કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપતાં મધ્ય પ્રદેશ માં કોંગ્રેસની સંસદમાં સંખ્યા ઘટી ગઈ છે. આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ લોધી અને સુમિત્રા દેવી પાર્ટી છોડી ચૂક્યા છે. તે બાદ કમલનાથે ભોપાલમાં ધારાસભ્યોની બેઠક કરવી પડી હતી. પરંતુ તેની અસર દેખાઈ રહી નથી. બેઠકના 3 દિવસ બાદ જ નારાયણ પટેલે રાજીનામું આપ્યું છે.
ખંડવા જિલ્લાના માંધાતાના ધારાસભ્ય નારાયણ પટેલે નો ફોન સતત બંધ થયા પછી કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છે. કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આમ કહી શકાય કે પાડોશી રાજ્ય રાજસ્થાન મા ગહેલોત સરકાર બચી ગયી પરંતુ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સભ્યોના ફટાફટ રાજીનામા આવી રહયાં છે. રાજ્યમાં હવે કોંગ્રેસના 87 ધારાસભ્યો છે. તે જ સમયે, ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. ભાજપને સરકારમાં હોવા માટે હવે માત્ર 9 ધારાસભ્યોની જરૂર છે. નારાયણ પટેલના રાજીનામા બાદ સંસદની 27 બેઠકો પર પેટાચૂંટણી થશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com