News Continuous Bureau | Mumbai
- નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાજનક માર્ગો મળશે- ઈઝ ઓફ લિવિંગ વધશે
- મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં ૧૩૦૭ કરોડ રૂપિયા સાંકડા પૂલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા તથા જુના અને નબળા પૂલોના સ્થાને મેજર-માઈનોર પૂલોના પુનઃ બાંધકામ અને મરામત જેવા ૨૬૫ કામો માટે ફાળવ્યા છે
Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mission Olympic Cell :કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ એલએ 2028 ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરવા માટે 152મી એમઓસી બેઠકની અધ્યક્ષતા કરી
એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા ૧૩૦૭ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.
માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રીશ્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની ૭૭૮.૭૪ કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.
આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ ૨૯૭ કામો માટે કુલ ૨૦૮૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
