ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને શિવસેના અને ભાજપએ ગઠબંધન કરવું જોઈએ એવું નિવેદન આપ્યું હતું. તેમની ભૂમિકાને આવકારીને કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યપ્રધાન રામદાસ આઠવલેએ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ સાથે જોડાણ કરવાની હાકલ કરી છે.
ઉદ્ધવ ઠાકરે કૉન્ગ્રેસ અને NCPના ચક્રમાં ફસાયેલા છે. બંને પક્ષોના દબાણને કારણે ઉદ્ધવ ઠાકરે માટે મુખ્ય પ્રધાન તરીકે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન સાકાર કરવા મહારાષ્ટ્રના હિત માટે આઠવલેએ શિવસેના – ભાજપને અપીલ કરી છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજ અને મહાન પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને મજબૂત કરવા એકસાથે આવે.
સરકારની આ પૉલિસીને કારણે HSC બોર્ડના તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે; જાણો વિગત
શિવસેના – ભાજપના નેતાઓ હજી એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તેથી શિવસેનાને ફરીથી ભાજપ સાથે જોડાણ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે એવું પ્રતાપ સરનાઇકે કરેલું સૂચન સાચું છે. તેમણે કોંગ્રેસ NCP સાથે જોડાણના નિર્ણયને બદલવો જોઈએ. જો શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે હોત, તો તેમણે કૉન્ગ્રેસને NCP સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી ન હોત. એથી આઠાવલેએ મુખ્ય પ્રધાન ઠાકરેને પોતાનો નિર્ણય બદલવા અને ભાજપ સાથે જોડાણ કરવાની અપીલ કરી છે.
