ગણેશ વિસર્જન સ્થળ બનશે કોરોના પ્રતિબંધિત ક્ષેત્ર-પાલિકા ગણેશ ભક્તો માટે આ ખાસ કાર્યક્રમ હાથ ધરશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai), થાણે(Thane) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) કોરોનાના કેસમાં(Corona Case) ફરી ઘટાડો થયો છે. જોકે ગણેશોત્સવ(Ganesha Festival) દરમિયાન ઉમટનારી ભીડને જોતા કોઈ તકેદારીના પગલા રૂપે થાણે મહાનગરપાલિકાએ(BMC) ગણેશ વિસર્જન સ્થળો(Ganesha Visarjan Places) પર શંકાસ્પદ લોકોના એન્ટીજન ટેસ્ટ(Antigen test) કરવાની છે. એ સાથે જ અહીં બુસ્ટર ડોઝની(Booster Dose) વ્યવસ્થા પણ રાખવામાં આવી હશે.

બે વર્ષ બાદ આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ(Public Ganeshotsav) ધૂમધામથી ઊજવાશે. કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટી જતા લોકો પણ મોટા પ્રમાણમાં સાર્વજનિક સ્થળે(Public Place) ભીડ કરે તેવી શક્યતા છે. કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જોકે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.

તેથી થાણે મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમિયાન થાણેમાં જુદા જુદા વિસર્જન સ્થળો પર એન્ટીજન ટેસ્ટ(Antigen test) માટે સેન્ટર ઉભા કરવાની છે. એ સાથે જ અત્યાર સુધી જેમણે બુસ્ટર ડોઝ લીધા નથી. તેમની માટે બુસ્ટર ડોઝ પણ ઉપલબ્ધ હશે.

આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

થાણે મહાનગરપાલિકાએ(Thane palika) વિસર્જન સ્થળ(Visarjan Place) પર એન્ટીજન ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) હજી સુધી આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment