ચૂંટણી પરીણામમાં આપ ઉપરાંત સપા, અપક્ષ અને એઆઈએમઆઈના ઉમેદવારોની શું છે સ્થિતિ

ગુજરાતમાં એક સીટ પર સપાની સાઇકલ ચાલી રહી છે. ગુજરાતની કુતિયાણ બેઠક પર સમાજવાદી પાર્ટી આગળ છે.

by Akash Rajbhar
Apart from AAP, what is the position of candidates of SP

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીનો એક ઉમેદવાર આગળ, એક સીટ પર સપાની સાયકલ ચાલી રહી છે. જ્યારે આપ પાર્ટી 6 સીટોથી આગળ ચાલી રહી છે. 
સપાના ઉમેદવાર પણ જીતની રેસમાં છે. ગુજરાતમાં એક સીટ પર સપાની સાઇકલ ચાલી રહી છે. ગુજરાતની કુતિયાણ બેઠક પર સમાજવાદી પાર્ટી આગળ છે. કાંધલ જાડેજા પોરબંદરની કુતિયાણ બેઠક પરથી સપાના ઉમેદવાર છે. 
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIMનો એક ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે અને કુતિયાણા બેઠક પરથી સપાનો એક ઉમેદવાર પણ આગળ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પરિણામોનો ટ્રેન્ડ ચાલુ છે. ટ્રેન્ડમાં એક તરફ ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 156 જેટલી બેઠકો પર પોતાની લીડ જાળવી રાખી છે જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર જ ઘટી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટી ગુજરાતમાં એકમાત્ર બેઠક પરથી આગળ છે. સવારના ટ્રેન્ડ મુજબ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા ગુજરાત ચૂંટણીમાં ઉતારવામાં આવેલા ઉમેદવાર તેમની સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: જેવી હાલત બિહારમાં AIMIMની થઈ હતી, ગુજરાતમાં AAP સાથે ન થઈ જાય! જાણો કારણ

કચ્છમાં AIMIM આગળ એક સીટ પર ચાલી રહ્યું હતું. ગુજરાતના કચ્છમાંથી AIMIMના ઉમેદવાર સકીલ મહેમદ સમા સવારે 10 વાગ્યાના ટ્રેન્ડ મુજબ આગળ જોવા મળ્યા હતા જ્યારે કાંધલ જાડેજાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. કેટલીક અપક્ષની બેઠકો પરથી પણ ઉમેદવાર આગળ વડોદરામાંથી ધર્મેન્દ્રસિંહ અપક્ષના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંતટ બાયડ બેઠક પરથીચ સવારે ધવલસિંહ ઝાલા પણ આગળ ચાલી રહ્યા હતા. 

0.39 ટકા વોટ શેર એઆઈએમઆઈએમને મળ્યા

ગુજરાતમાં ચૂંટણીમાં અત્યાર સુધીમાં 0.39 ટકા વોટ શેર એઆઈએમઆઈએમને મળ્યા છે 13 ઉમેદવારો આ વખતે પાર્ટીએ ગુજરાતમાં ઉભા રાખ્યા હતા ત્યારે એક્ઝિટ પોલમાં પણ એક પણ સીટ પાર્ટી જીતતી જોવા નહોતી મળી. જો કે ટૂંક સમયમાં વધુ ચિત્ર સ્પષ્ટ થતું દેખાશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment