News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવાં ઈચ્છતા હોય તો તેઓએ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ ફુડ પ્રોડકટસ એક્ષ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(Agriculture and Processed Food Products Export Development Authority of India)ની (APEDA) વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મારફતે રજિસ્ટ્રેશન કરી શકાશે. ઈચ્છુક ખેડુતોએ નિયત નમુનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮-અ, ૭ અને ૧૨, આધાર કાર્ડ, ફાર્મનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત, ‘બાગાયત ભવન’ ઓલપાડી મોહલ્લો, અઠવાલાઈન્સ, ખાતે સંપર્ક સાધવો. જ્યાં ફોર્મ મેળવી તથા ભરીને આપી શકાશે. વધુ માહિતી માટે આ કચેરીના ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Archana Patel : સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર ભરૂચના અર્ચના પટેલને શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે પદવી એનાયત