Site icon

ત્રણ દિવસમાં બંધ કરો- ઓલા – ઉબર અને રેપિડો સામે એક્શન – આ રાજ્ય સરકારે આપ્યા આદેશ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

એપ બેસડ(App based cab service) કેબ સર્વિસ કંપની ઓલા(Ola), ઉબર(Uber) અને રેપિડો(Rapido)ને મોટો ઝટકો લાગ્યો છે. આગામી ત્રણ દિવસોની અંદર કર્ણાટક(Karnataka) માં પોતાની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ રાજ્યની બસવરાજ બોમાઈ સરકારે(Basavaraj Bommai government) આ કેબ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરતાં આ આદેશ જારી કર્યો છે. કર્ણાટક સરકાર(Karnataka Govt) ના નિર્ણય બાદ કર્ણાટક પરિવહન વિભાગ(Transport department) દ્વારા આ ત્રણેય કેબ સર્વિસ કંપનીઓને નોટિસ(Notice) ફટકારવામાં આવી છે. જેમાં તેમને આગામી ત્રણ દિવસમાં કર્ણાટકમાં તેમની ઓટોરિક્ષા સેવા(Auto service) ઓ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ કેબ કંપનીઓ સામે આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકારે તેમના પર આ પગલાં લીધાં છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો

અહીં ઓલા, ઉબેર અને રેપિડોમાં મુસાફરી કરતા મુસાફરોએ સરકારને ફરિયાદ કરી હતી કે 2 કિ.મી.થી ઓછું અંતર હોય તો પણ કંપનીઓ લઘુત્તમ ભાડું 100 રૂપિયા વસૂલે છે. જ્યારે સરકારના નિયમો અનુસાર, ઓટો ડ્રાઈવર પહેલા 2 કિ.મી. માટે 30 રૂપિયા અને તેના પછી પ્રતિ કિ.મી. 15 રૂપિયા વસૂલ કરી શકે છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version