Site icon

Gujarat Road Widening: ગુજરાતમાં હવે લોકોને ભારે ટ્રાફિકથી મળશે મુક્તિ, રાજ્ય સરકારે 61 માર્ગોની પહોળાઈ વધારવા મંજૂર કર્યા અધધ આટલા કરોડ રૂપિયા.

Gujarat Road Widening: ગુજરાતમાં વાહન વ્યવહાર માટે ઉચ્ચ કક્ષાના લેવલ ઓફ સર્વિસ જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ . ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કર્યા

Approach of CM Bhupendra Patel to maintain high level of service for transport in the Gujarat

Approach of CM Bhupendra Patel to maintain high level of service for transport in the Gujarat

 News Continuous Bureau | Mumbai 

Gujarat Road Widening:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે ગુજરાતમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.  

Join Our WhatsApp Community

આ સંદર્ભમાં ( Gujarat Road Widening ) મુખ્યમંત્રી એ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા ( Road Widening ) કરવા દિશા નિર્દેશો આપ્યા છે. 

આ હેતુસર તેમણે 21 રસ્તાઓની ( Gujarat Traffic ) 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ₹1646.44 કરોડ મંજૂર કર્યા છે.

એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી છે. 

સમગ્ર રાજ્યમાં ( Gujarat Government ) કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રી એ મંજૂર કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  PM Modi Nigeria : PM મોદીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ સાથે કરી સત્તાવાર વાતચીત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા.. જાણો વિગતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં  વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version