Site icon

સંજય રાઉતને જેલરના રૂમમાં મળવા માંગતા હતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે- જેલ પ્રશાસને ના આપી મંજૂરી- આગળ ધર્યું આ કારણ

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shivsena Chief Uddhav Thackeray)એ સંજય રાઉત(Sanjay Raut)ને મળવા માટે મુંબઈ(Mumbai)ની આર્થર રોડ જેલ(Arthut Road Jail)માંથી પરવાનગી માંગી હતી. જોકે જેલ ઓથોરિટીએ તેમને પરવાનગી આપવાનો સાફ ઇનકાર(Permission denied) કર્યો હતો. જેલ ઓથોરિટીએ કહ્યું કે તમારે કોર્ટમાંથી પરવાનગી(court permission) લેવી પડશે અને જેલરના રૂમમાં મીટીંગ બિલકુલ થઈ શકે નહીં. જેમ સામાન્ય કેદીઓ જેલ બહારના લોકોને મળે છે, તેવી જ રીતે તેમણે મળવાનું રહેશે, પરંતુ તેના માટે પણ કોર્ટની પરવાનગી જરૂરી છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને કોઈ લેખિત અરજી મળી નથી. તેમને ઉદ્ધવ ઠાકરે વતી કોઈએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ સંજય રાઉતને એસપી ઓફિસ(SP Office)માં મળવા માગે છે. જેલ અધિક્ષકે કહ્યું કે જેમ સામાન્ય લોકો કેદીઓને મળે છે, એવી જ રીતે ઠાકરે પણ રાઉતને મળી શકશે, પણ એ માટે તેમણે કોર્ટની પરવાનગી લેવી પડશે. આમ કહીને જેલ અધિકારીએ ઉદ્ધવ ઠાકરેને સંજય રાઉત(sanjay Raut) સાથે મળવા દીધા ન હતા. 

આ સમાચાર પણ વાંચો : ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું

જેલ ઓથોરિટીએ કહ્યું કે જેલ મેન્યુઅલ મુજબ માત્ર લોહીના સંબંધવાળા વ્યક્તિને જ અન્ય કોઈને મળવાની મંજૂરી આપી શકાય છે, તે મુજબ જો ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતને મળવા ઈચ્છે છે તો તેમણે કોર્ટની સત્તાવાર પરવાનગી લેવી પડશે. ઉદ્ધવ ઠાકરેના નજીકના મિત્રોએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે આગામી તારીખે સંજય રાઉતને મળવા માટે કોર્ટમાં જઈ શકે છે અથવા ટૂંક સમયમાં કોર્ટમાં અરજી પણ કરી શકે છે અને તેમને સત્તાવાર રીતે મળવાની પરવાનગી માંગી શકે છે.

MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Exit mobile version