ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુન 2020
હળવો તાવ અને ગાળામાં ઉધરસ જેવું જણાતાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ પોતાને પોતાના ઘરમાં આઈસોલેટ કરી દીધા છે.
ગઈકાલે બપોરથી તાવ અને ઉધરસના લક્ષણો જણાતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજ આરામ કર્યા બાદ આવતીકાલે સવારે કોવિડ -19 નું પરીક્ષણ કરાવશે. ડોકટરોએ કોરોનાવાયરસનું પરીક્ષણ કરતા પહેલા એક દિવસ રાહ જોવાની સલાહ આપ્યા પછી કેજરીવાલે પોતાને એક રૂમમાં અલગ કરી દીધા છે. જોક આની આધિકારીક પુષ્ટિ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોઘી હતી, જેમાં સોમવારથી રાષ્ટ્રીય પાટનગરમાં શોપિંગ મોલ, પૂજા સ્થાનો અને રેસ્ટોરાં ખોલવાની ઘોષણા કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે "કેન્દ્રના માર્ગદર્શિકા મુજબ જ દિલ્હીમાં પૂજા સ્થળો, મોલ, રેસ્ટરન્ટ ખુલશે. જો કે, બેન્ક્વેટ હોલ અને હોટલ બંધ રહેશે."