ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
ક્રૂઝ શિપ પર દરોડાનું નેતૃત્વ કર્યા બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ સોમવારે ફરિયાદ નોંધાવી હતી કે બે પોલીસ અધિકારીઓ તેનો પીછો કરી રહ્યા છે.
આ અંગે હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલિપ વાલ્સે પાટીલે કહ્યુ છે કે, રાજ્ય સરકારે કોઈ પણ એજન્સી કે પોલીસને સમીર વાનખેડે પર નજર રાખવાનો આદેશ આપ્યો નથી.
મને ખબર પડી છે કે તેમણે ડીજીપીને ફરિયાદ કરી છે, આ બાબત પર અમે ધ્યાન આપીશું. મને નથી લાગતુ કે પોલીસ તેમના પર નજર રાખી રહી હોય.
ઉલ્લેખનીય છે કે ક્રુઝ પર દરોડા બાદ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.