ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર સામે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ચોંકાવનારો આરોપ કર્યો છે. નિતીશ સરકારના ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સામે CAGના તાજા રિપોર્ટમાં આંગળી ચીંધવામાં આવી છે.
CAGના રિપોર્ટ મુજબ નિતીશ સરકારે 79,690 કરોડ રૂપિયાનું ભંડોળ કયા ખર્ચ્યું છે, તે બાબતે અનેક વખત સવાલ કર્યા બાદ પણ જવાબ મળ્યો નથી. રિપોર્ટ મુજબ આ ભંડોળનો દુરોપયોગ થવો હોવો જોઈએ.
CAG દ્વારા ગુરવારે બિહારની વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ 18,872 કરોડ રૂપિયા જે રાજ્ય સરકારે પોતાના જુદા જુદા ઉપક્રમોને આપ્યા હતા, તેનો કયા ઉપયોગ કર્યો હતો, તેનો પણ વર્ષોથી ઓડિટ રિપોર્ટ આપ્યો નથી.
જોકે રાજ્ય સરકારના કહેવા મુજબ CAGના રિપોર્ટમાં કોઈ ચોંકાવનારી વિગત નથી. 80,000 કરોડ રૂપિયાના હિસાબ નથી આપ્યો , તેમાં મોટાભાગે પંચાયતી રાજ, શિક્ષણ અથવા સમાજ કલ્યાણ વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગમાં વર્ષોથી ઓડિટ પેન્ડિંગ છે.