ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ.3 એપ્રિલ 2021.
શનિવાર .
એન્ટિલિયા પ્રકરણ માં હવે એક નવો ખુલાસો થયો છે.મુંબઈ ના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે હોટલથી ખંડણીનું રેકેટ ચાલવી રહ્યો હતો.એનઆઈએ ની ટીમ ને એના પુરાવા પણ મળ્યા છે.
સચિન વાઝે ની આજે એનઆઈ એ દ્વારા કરાયેલી ધરપકડ ની મુદત પુરી થાય છે .ટીમ ને હજી મનસુખની હત્યા કેસમાં તપાસ કરવાની છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી ગુરુવારે ઝડપાયેલી મિસ્ટ્રી વુમન મીના જ્યોર્જને વઝેની સામે બેસાડીને પૂછપરછ કરવા માગે છે, તેથી હવે તે કસ્ટડીમાં વધારો કરવાની અપીલ કરી શકે છે.
સચિન વઝે અંગે NIAએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન વઝે મુંબઈના નરીમાન પોઇન્ટ સ્થિત 5 સ્ટાર હોટલના એક રૂમમાંથી કથિત રીતે ખંડણી વસૂલવાનું એક રેકેટ ચલાવી રહ્યો હતો. આ રૂમ ઝવેરીબજારના એક વેપારી દ્વારા 100 દિવસ માટે બુક કરાવાયો હતો, જેના માટે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.. NIAને ક્લબના માલિક અને મનસુખ હિરેનની હત્યા કેસ ના આ પાંચ સિતારા હોટલમાંથી ઘણા પુરાવા મળ્યા છે. આમાં સીસીટીવી ફૂટેજ, બુકિંગ રેકોર્ડ્સ અને સ્ટાફનાં નિવેદન પણ સામેલ છે.એન આઈ એ ની ટીમે એ શુક્રવારે મુંબઈની એક ક્લબના માલિકનું નિવેદન નોંધ્યું છે. આ ક્લબ સાઉથ મુંબઈની એક હોટલમાં છે.
