News Continuous Bureau | Mumbai
Garudeshwar weir Dam:ગત 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે.
Garudeshwar weir Dam: લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે
હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી – 135.03 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે. આ નજારો નિહાળવા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ માટે ઉમટ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃMalaysia: ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ‘જાહેર વહીવટ અને ગવર્નન્સ રિફોર્મ્સના ક્ષેત્રમાં સહકાર’ પર આટલા વર્ષના સમયગાળા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.