ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 નવેમ્બર 2020
હૈદરાબાદમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. એવા સમયે ઓવૈસીએ આપેલું એક બયાન હાલ ચર્ચાનું કારણ બન્યું છે. ઓવૈસી પર આજે આરોપ લાગ્યાં તેઓ ભાજપ અને એઆઈઆઈએમએમએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી છે.
ગઇ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હૈદરાબાદ રોડ શો કરવા ગયા હતા ત્યારે કહ્યું હતું કે ટીઆરએસ અને એઆઈઆઈએમએમએ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે. ત્યારે મીડિયા સાથે વાતચીતમા ઓવૈસીએ કહ્યું, 'મારી અને મારી પાર્ટીની રાજકીય સ્થિતિ એ છે કે હું, લૈલા અને મારા હજારો મજનુ છે. … બિહારમાં કોંગ્રેસે કહ્યું કે હું, ભાજપ અને તેમની બી ટીમ સાથે છું.
હવે અહીં બીજેપી કહી રહી છે કે ઓવેસીએ લોકલ પાર્ટી સાથે હાથ મેળવ્યા છે. આમ બધી રાજકિય પાર્ટીઓ ઓવૈસીને મુદ્દો બનાવી મત માંગી રહી છે. પરંતુ અમારી પાર્ટી હૈદરાબાદના ફાયદા માટે બધું કરી રહી છે.' દરેક પક્ષ ઓવૈસીને નિશાન બનાવી રહ્યો છે. પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા ઓવૈસીએ ઉપરોક્ત નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ બિહાર ચૂંટણી વખતે ઓવૈસી એ કહ્યું હતું કે નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદીની જોડી લૈલા મજનુની જોડી છે.