ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
જૂના જમાનામાં લોકો વાસણ ઘસવા માટે રાખ નો ઉપયોગ કરતા હતા. હવે ચૂલ્હા પણ ગયા અને તેની સાથે રાખ જમાનો પણ ગયો. પરંતુ હવે આ મામલે પણ વેપારીકરણ થવા માંડ્યું છે.
તમિલનાડુની એક કંપનીએ ઓનલાઇન રાખ વેચવાની શરૂઆત કરી છે. આ કંપની ઔદ્યોગિક રીતે લાકડાંમાંથી રાખ બનાવે છે જેની કિંમત ૨૫૦ ગ્રામ માટે 400 રૂપિયા તેમજ એક કિલો માટે 640 રૂપિયા રાખવામાં આવી છે. રાખ ને કારણે તેલ વાળા વાસણો માંથી તેલ જતું રહે છે તેમજ ગંદકી પણ સાફ થઈ જાય છે. જોવાની વાત એ છે કે શહેરોમાં રહેતા લોકો હવે પોતાની રહેણી કહેણી અનુસાર રાખ પણ ખરીદી રહ્યા છે. જેને કારણે કંપનીનો કારોબાર વધવા માંડયો છે.
પહેલા માત્ર ગાયનું ગોબર ઓનલાઇન વેચાતું હતું. હવે રાખ પણ ઓનલાઇન વેચાતી થઈ ગઈ છે.