કોરોના સમયગાળા દરમિયાન મળેલા નજીવા સન્માનથી નાખુશ રાજ્યની આશા વર્કરોએ 15 જૂનના રોજ હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું છે.
70 હજારથી વધુ આશા વર્કરોએ યોગ્ય વેતન અને આરોગ્ય સુવિધા જેમ કે માસ્ક, પીપીઈ કીટ, ગ્લોવ્સ અને સેનિટાઈઝર્સ આપવાની માંગ કરી છે.
આ ઉપરાંત આશા વર્કરોના પરિવારોને સરકાર દ્વારા વીમા કે આરોગ્ય સંભાળ આપવામાં આવે એવી પણ માંગણી કરી છે.
આશા વર્કર્સ એક્શન કમિટીના અધ્યક્ષ એમ. એ. પાટીલે જણાવ્યું હતું કે, આશા વર્કરોએ કોરોનાકાળમાં પોતાના જીવનને જોખમમાં મૂકીને 12 કલાક કામ કર્યું છે પરંતુ તેમને રાજ્ય સરકાર તરફથી યોગ્ય મહેનતાણું મળતું નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં, 72,000 આશા અને જૂથ પ્રમોટર્સ રાજ્યના ગામડાઓમાં 72 પ્રકારની આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે.