Site icon

Ashok Chandna On chandrayaan-3: રાજસ્થાનના ખેલ મંત્રીએ ચંદ્રયાન-3 પર શુભેચ્છા આપતા ભાંગરો વાટ્યો, કહ્યું- ‘જે આપણા યાત્રીઓ ગયા છે, તેમને સલામ કરું છું…’ જુઓ વિડીયો

Ashok Chandna On chandrayaan-3: ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને રાજસ્થાન સરકારના ખેલ મંત્રી અશોક ચંદનાએ નિવેદન આપીને પોતે જ શરમમાં મુકાઈ ગયા. મંત્રીના વિચિત્ર નિવેદનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

Ashok Chandna On chandrayaan-3: ‘Salute passengers of Chandrayaan-3’: Rajasthan minister's howler sparks row

Ashok Chandna On chandrayaan-3: ‘Salute passengers of Chandrayaan-3’: Rajasthan minister's howler sparks row

News Continuous Bureau | Mumbai 

 Ashok Chandna On chandrayaan-3: ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. દેશ અને દુનિયાની હસ્તીઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહી છે. જો કે, માનવરહિત ચંદ્રયાન-3ના ઉતરાણને લઈને રાજસ્થાન સરકારના રમતગમત મંત્રી અશોક ચંદનાએ નિવેદન આપીને પોતે જ શરમમાં મુકાઈ ગયા છે.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું, “અમે સફળ રહ્યા અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું… તેથી હું મિશન પર ગયેલા મુસાફરોને સલામ કરું છું.” આપણા દેશે વિજ્ઞાન અને અવકાશ સંશોધનમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે, તેના માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. હવે તેમના નિવેદનને કારણે અશોક ગેહલોત સરકારમાં મંત્રી રહેલા અશોક ચંદનાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

તમે પણ સાંભળો મંત્રીનું નિવેદન

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચંદનાના નિવેદન પર કટાક્ષ કર્યો છે. ટ્વીટર પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ લખ્યું, “ઘમંડિયા ઠગબંધન સ્પેશિયલ!! ચંદ્રયાન પર રાજસ્થાનના મંત્રી અશોક ચંદનાજી નું નિવેદન સાંભળીને તમે શું કહેશો?

આ સમાચાર પણ વાંચો : BRICS Summit : બ્રિક્સના વિસ્તરણની જાહેરાત, સમિટમાં જોડાવા માટે આ 6 દેશને આમંત્રણ, હવે નવા નામે ઓળખાશે..

રાજસમંદ સાંસદ દિયા કુમારીએ લખ્યું છે કે, “રાજસ્થાનના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અશોક ચંદનાજી ચંદ્ર પર જનારા મુસાફરોને સલામ કરી રહ્યા છે. મંત્રીજી, આ ચંદ્રયાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગામી કાર્યકાળમાં ગગનયાન મુસાફરો સાથે ચંદ્ર પર જશે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ

તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અવકાશ ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’થી સજ્જ LMનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી છે. ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 6.40 વાગ્યે તે ચંદ્રની સપાટીને સ્પર્શ્યો હતો. આ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચાર દેશોમાંથી એક બની ગયો છે.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version