ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
રાજસ્થાનમાં રાજકીય કોકડું દિવસેને દિવસે ગૂંચવાતું જાય છે. કોઈ છેલ્લી ઘડીએ પક્ષપલટો ન કરે તે માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પોતાના ટેકેદાર મનાતા ધારાસભ્યોને જેસલમેરના એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ખસેડ્યા પરંતુ તેમના પ્રધાનમંડળ ના જ 11 પ્રધાનો જેસલમેર પહોંચ્યા નથી. આ બધા ગેહલોતથી નારાજ હોવાનું કહેવાય છે.
આ અગિયાર ધારાસભ્યો ગમે ત્યારે પાઇલટ જૂથમાં સરકી જશે એવી અફવા ફેલાઈ છે. જો ખરેખર આવું બને તો વિધાનસભાની બેઠક બોલાવવાનો ગેહલોતનો દાવ ઊલટો પડશે. ગેહલોતે ત્રણ ચાર્ટર્ડ વિમાન દ્વારા 52 ધારાસભ્યોને બે જેસલમેર મોકલ્યા છે.
જે રિસોર્ટમાં ગેહલોતે પોતાના ટેકેદારોને રાખ્યા છે ત્યાં એકસો થી વધુ સશસ્ત્ર પોલીસ ગોઠવવામાં આવી છે. શીફ્ટીંગ વખતે પણ બે ટોચના પોલીસ અધિકારી અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો હાજર હતા. બીજી બાજુ સચિન પાઇલટના ટેકેદારો સોદાબાજી ન કરી શકે એ માટે એન્ટી કરપ્શ બ્યૂરોના અધિકારીઓએ માનેસરની ITC હૉટલમાં દરોડો પાડ્યો હતો. પરંતુ, કોઈ સાબિત ન મળતાં વીલા મોઢે એસીબીના અધિકારીઓ પાછા ફર્યા હતા.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com