News Continuous Bureau | Mumbai
Ashwini Bhide : બ્રિટિશ એરવેઝે તેની એક ફ્લાઈટમાં ઓવરબુકિંગના ( overbooking ) ખોટા બહાના હેઠળ ભારતીય IAS અધિકારી અશ્વિની ભીડેની ટિકિટ ( Flight ticket ) પ્રિમિયમ ક્લાસથી ડાઉનગ્રેડ કરી ઈકોનોમી ક્લાસ કરી હતી. જે બાદ એરવેઝના આ પગલાની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. મુસાફરી બાદ IAS અધિકારીએ બ્રિટિશ એરલાઇન પર ભેદભાવનો ( Racism ) આરોપ લગાવ્યો છે.
Are you cheating or following discriminatory/racist policies @British_Airways ? How come u downgrade a premium economy passenger at check-in counter on false pretext of overbooking without even paying price difference forget about compensation? I’m told this is a common…
— Ashwini Bhide (@AshwiniBhide) January 12, 2024
IAS ઓફિસર ( IAS officer ) અશ્વિની ભીડે જે મુંબઈ મેટ્રોની એક્વા લાઇન પર તેમના કામ માટે જાણીતી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુંબઈ એરપોર્ટ, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, “શું તમે લોકોને છેતરો છો, મુસાફરો સાથે જાતિવાદી નીતિ અનુસરો છો ? ચેક-ઇન કાઉન્ટર પર પ્રીમિયમ ઇકોનોમી ટિકિટ ( Premium economy ticket ) બુક કરાવનાર મુસાફરને ઓવરબુકિંગના ખોટા બહાને કોઇ વળતર આપ્યા વિના ડાઉનગ્રેડ કરી ઇકોનોમી સીટ પર બેસાડીને મુસાફરી કરાવો છો. શું બ્રિટિશ એરવેઝ હંમેશા મુસાફરો સાથે આ રીતે જ વર્તે છે?”
આ સમાચાર પણ વાંચો : IND vs AFG: રોહિત શર્મા હવે આ શરમજનક રેકોર્ડની સૌથી નજીક…. આ સિદ્ધી હાંસલ કરી રચશે ઈતિહાસ.. જાણો શું છે આ ખાસ રેકોર્ડ…
બ્રિટીશ એરલાઈન્સે ( British Airways ) આ સંદર્ભે માંફી માંગી હતી..
અશ્વિની ભિડેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એરલાઈને કહ્યું હતું કે, ‘જે થયું તે સાંભળીને અમે દુઃખી છીએ અને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ.’ ઘણા યુઝર્સે અશ્વિની ભિડેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને એરલાઈનને તેની કાર્યવાહી માટે ટીકા કરી છે.
આ સંદર્ભે, પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું હતું કે, ‘હું મુંબઈથી લંડન જઈ રહ્યો હતો ત્યારે મને બિઝનેસ ક્લાસમાંથી ક્રેપી પ્રીમિયમ ઈકોનોમીમાં ( premium class ) ડાઉનગ્રેડ કરવામાં આવ્યો હતો અને હું હજુ પણ ભાડામાં રિફંડની રાહ જોઈ રહ્યો છું.’