ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામને હટાવવાનો નિર્ણય લીધો છે.
બુધવારની કેબિનેટ મીટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હવે તે ઓરાંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે.
આસામ સરકારના પ્રવક્તા અને જળ સંસાધન મંત્રી પીજૂષ હજારીકાએ આ નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે, આદિવાસીઓ અને ચા આદિજાતિ સમુદાયોની માગને ધ્યાનમાં રાખતા સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક રાખવાનો નિર્ણય લીધો છે.
બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કાંઠે આવેલ આ પાર્ક રોયલ બંગાળ વાઘ, ભારતીય ગેંડો, પિગ્મી હોગ અને જંગલી હાથીઓ માટે જાણીતો છે.
79.28 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કને 1985 માં વન્યજીવન અભયારણ્ય અને 1999 માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.