178
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
આસામના ગવર્નર જગદીશ મુખીએ આસામ ને વિક્ષેપિત વિસ્તાર એટલે કે પરેશાન વિસ્તાર જાહેર કર્યો છે. ગવર્નરના આ પગલાને કારણે હવે આસામમાં એ એફ એસ પી એ એક્ટ લાગુ થઈ ગયો છે. આ એક્ટ લાગુ થવાને કારણે હવે સુરક્ષા રક્ષકો ગમે તે વ્યક્તિને પકડી શકશે તેમજ વોરંટ વગર તેની ધરપકડ પણ થઈ શકશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિના ઘરે સર્ચ કરી શકાશે.
ગવર્નરે આ પગલું ત્યારે ઉચક્યું છે જ્યારે આસામમાં ચૂંટણી થનાર છે.એટલે કે ચૂંટણીના છ મહિના પહેલાં આ પગલું ઉચકવા ને કારણે હવે ચૂંટણી પહેલા આખા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત થશે.
You Might Be Interested In
