ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
મણિપુર હુમલાનો આસામ રાઈફલ્સે બદલો લીધો છે.
આસામ રાઈફલ્સના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે.
સાથે જ ઘટના સ્થળેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
માર્યા ગયેલા ત્રણેય ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ ધરાવતા હતા.
અહીં પ્રતિબંધિત સંગઠન NSCN- K(YA) ના ત્રણ ઉગ્રવાદી બે નાગરિકોનું અપહરણ કરીને મ્યાનમાર લઈ જઈ રહ્યાં હતા.
જોકે અપહરણ કરાયેલા નાગરિકો વિશે હજુ જાણકારી મળી શકી નથી.
મહત્વનું છે કે મણિપુરના ચુકરાચાંદપુરમાં શનિવારે થયેલા હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમના પત્ની અને 8 વર્ષનો પુત્ર અને આસામ રાઇફલ્સના ચાર જવાન શહીદ થયા હતા
