ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
જમાનો એટલો ખરાબ થઈ ગયો છે કે મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ખોટા કાર્યો કે ખોટા બહાનાઓ બનાવતા જરા પણ અચકાતો નથી. મુંબઈના એક યુગલની વાત સામે આવી છે. જેમાં પુરુષ લગ્ન ન કરવા કુંડળી ન મળવા જેવું બહાનું બનાવી લગ્ન કરવાનો ઇનકાર કરે છે. ત્યારબાદ યુવતીએ કોર્ટમાં અરજી કરી.
વાત જાણે એમ છે કે, યુગલ ૨૦૧૨થી એકમેકના સંબંધમાં હતા અને મહિલાએ પુરુષ સામે લગ્નનું વચન તોડયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્નની લાલચ આપીને આરોપીએ પોતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઓક્ટોબર, ૨૦૧૨માં બે વાર હોટેલમાં તેઓએ શારિરીક સંબંધ બાંધ્યા હતા. બંનેએ સાથે પ્રવાસ પણ કર્યા છે જ્યારે મહિલા ગર્ભવતી થઇ ત્યારે તેને ગર્ભપાત કરવા જણાવ્યું હતું અને બેવર્ષ પછી લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
ઘરમાં આ માણસ વિશે વાત કરતા ઘરનાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને પુરુષે પણ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. ભાવનાત્મક અને માનસિક શોષણ થતાં ડિસેમ્બર 2012માં મહિલાએ ફરિયાદ નોંધાવતા પુરુષના ઘરના લોકો લગ્ન માટે રાજી થયા હતા. આથી મહિલાએ જાન્યુઆરી 2013માં ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
બે સપ્તાહ બાદ પુરુષે ફરી પાછીપાની કરી હતી કે પોતે માનસિક ૨ીતે ૨૪મા વર્ષે પરણવા તૈયાર નથી. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ પુરુષ સામે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પુરુષ દિન્ડોશી સેશન્સ કોર્ટમાં મુક્તિ માટે કરેલી અરજી ફગાવાઇ હતી.બોમ્બે હાઇકોર્ટમાં સમીક્ષા અરજી કરી હતી.
બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ સંદીપ કે. શિંદેએ નિરીક્ષણ કર્યું હતું કે શરૂઆતથી જ પતિને પરણવાની ઇચ્છા નહોતી. તેથી કુંડળી મળતી ન હોવાથી મહિલા સાથે લગ્ન ન કરવાનું બહાનું કર્યું હતું. બોમ્બે હાઇકોર્ટે લગ્નનું વચન તોડી નાખનારા પુરુષની અરજી રદ કરી હતી. ન્યાયાધીશ સંદીપ કે. શિંદેએ નોંધ્યું હતું કે સ્પષ્ટ થાય છે કે લગ્નના ઠાલા વચનનો આ કેસ છે એટલે અરજીને રદ કરવામાં આવે છે.