News Continuous Bureau | Mumbai
રાજધાની દિલ્હી(Delhi) અને NCRમાં આજે હવામાન(weather)નો મિજાજ બદલાયો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જો કે, દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ(rain)ને કારણે રાજધાનીના ઘણા ભાગોમાં ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે અનેક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં હવામાનમાં બદલાવને કારણે, ઘણી ફ્લાઇટ્સ(flights) જયપુર અને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટ(Delhi airport)ની વેબસાઇટ અનુસાર ખરાબ હવામાન અને સંબંધિત કારણોસર સવારની ફ્લાઈટમાં મુસાફરી કરતા સેંકડો મુસાફરોને અસર થઈ છે. દિલ્હી(Delhi)થી ઉપડતી ફ્લાઈટ્સ રી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તોફાન અને ભારે વરસાદને કારણે દિલ્હીની લગભગ 19 ફ્લાઈટને જયપુર, લખનઉ, ઈન્દોર, અમૃતસર અને મુંબઈ તરફ ડાયવર્ટ(flight divert) કરવામાં આવી છે, જ્યારે બે ફ્લાઈટ્સ રદ્દ(flight cancel) કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ના હોય! કોવિડ મહામારીએ દર 30 કલાકે એક નવો અબજોપતિ બનાવ્યો… ઓક્ઝમનો ચોંકાવનારો અહેવાલ… જાણો વિગતે.
દિલ્હી એરપોર્ટે ટ્વીટ કરીને કહ્યું કે, મુસાફરોને તેમની ફ્લાઇટ સંબંધિત અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. સાથે જ એરપોર્ટ ઓથોરિટી(Airport authority)એ મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા સંબંધિત એરલાઈન્સ(airlines) પાસેથી તેમની ફ્લાઈટ(flight)ની માહિતી મેળવવા જણાવ્યું છે, જેથી મુસાફરો(passenger)ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.