ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ .2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મહારાષ્ટ્ર માં વધતા કોરોના કેસ ની સંખ્યા એ પ્રશાસન ની ઊંઘ ઉડાડી દીધી છે. મેડિકલ સુવિધા ઓ એ પણ જવાબ આપી દીધો છે.વાત છે નાસિક જિલ્લા ની .હોસ્પિટલમાં બેડની ઉણપને કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજન અને વેન્ટિલેટર માટે એકથી બીજી હોસ્પિટલમાં ભટકવું પડે છે. નાસિકમાં બુધવારે ગંભીર રીતે બીમાર કોરોનાના એક દર્દીને જ્યારે બેડ ન મળ્યું તો તે ઓક્સિજન-સિલિન્ડર લઈને જાતે જ નાસિક નગર નિગમની ઓફિસે પહોંચી ગયો હતો . એમ્બ્યુલન્સ બોલાવીને દર્દીને બિટકો હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો .અહીં સારવાર દરમિયાન તેણે ગુરુવારે જ અંતિમ શ્વાસ લીધા.
આ દર્દી ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ થયો હતો અને તેની સ્થિતિ સતત બગડી રહી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે અનેક હોસ્પિટલમાં ફર્યા બાદ તેમને બેડ ન મળ્યો, તેથી ન છૂટકે તેમને આવું પગલું ભરવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે, તેણે સ્થાનિક કોર્પોરેટરને પણ બેડ અપાવવા માટે ભલામણ કરી હતી, પરંતુ અનેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રયાસ કર્યો છતાં તેને બેડ ન મળ્યો.. નાસિકમાં કોરોના પીડિતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 3 હજાર 532 કોરોના પીડિત દર્દી મળ્યાં છે.
