ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કેન્દ્રની સાથે સાથે તમામ રાજ્ય સરકારોએ પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે.
આ ક્રમમાં હવે મહારાષ્ટ્ર સરકારે પણ ઓમિક્રોનના ભયના પગલે રાજ્યમાં ઘણા નિયંત્રણો લાદી દીધા છે.
મહારાષ્ટ્ર સરકારે કહ્યું, હાઇ રિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ ફરજિયાત રુપથી 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રાજ્યમાં પહોંચવાના બીજા, ચોથા અને સાતમાં દિવસે આરટી-પીસીઆર તપાસ પણ થશે.
જોખમ વાળા દેશોમાં યુરોપીય દેશ, બ્રિટન, દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યૂઝીલેન્ડ, જિમ્બામ્બ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલ છે.
મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો